DEVELOP YOUR FARMING – THE SOLE ESCORT OF EFFECTIVE CROP PRODUCTION BY “BIO LIQUID FERTILIZER”
Our ancestors were doing cultivation of the land through traditional methods by putting use of indigenous fertilizers. However, thereafter, due to exorbitant increase of use of chemical fertilizers in modern farming, the soil composition has deteriorated to a large extent thereby causing reduction in production capacity of crops as well as slowness in its resistance capacity. Due to which, our farmers have fallen prey to the economic problems.
Taking note of the above, We Babulal Keniya, An Innovative Farmer has invented a unique natural liquid/organic fertilizer called “BIO LIQUID FERTILIZER” having combination of NPK and other components like calcium, zinc, sulphur, useful for cultivation of major crops like cotton, peanuts, wheat, talc and all kinds of vegetables and fruits. The farmers utilizing our BIO LIQUID FERTILIZER liquid fertilizer have been able to reduce their production cost and increase in fertility of soil/production of crops.
My dear farmer friends, due to our greed of seeking more crops, we have deteriorated our soil. Once a fertile land has now turned into a solid soil, which is, day by day, reducing the production capacity of land. Due to continuous use of chemical fertilizers and pesticides, the cost of production has considerably increased and farmers are living in economic stress. As it is said “Need is the mother of invention”, we have strived hard to prove this slogan into reality by inventing “BIO LIQUID FERTILIZER “.
Yes dear friends, many of the farmers have made use of our “BIO LIQUID FERTILIZER” fertilizer and yielded a new life to their soil thereby enabling a new life to the dying crops and significant increase of crop cultivation and fertility of soil.
“ખેતી સમૃદ્ધ બનાવો, પાક ઉત્પાદન નો એકમાત્ર આધાર જૈવિક પ્રવાહી ખાતર”
આપણા વડીલો દેશી પદ્ધતિથી દેશી ખાતર નાખી ને ખેતી કરતા હતા, વધુ ઉત્પાદન મેળવતા, ત્યાર બાદ આધુનિક ખેતી માં રાસાયણિક ખાતર ના વધુ પડતા ઉપયોગ ના કારણે જમીનના કુદરતી બંધારણ માં ફેરફાર થયેલ જેના લીધે જમીન ની ઉત્પાદન શક્તિ અને પાક ની રોગ પ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર ઘટાડો થયેલ છે અને તેના કારણે ખેડૂત આર્થિક રીતે બેહાલ થાય છે. તે બાબત ને ધ્યાન માં રાખી અમે બાબુલાલ કેનિયા એ વિકસાવેલ કુદરતી પ્રવાહી ખાતર / ઓર્ગનીક ખાતર “જૈવિક પ્રવાહી ખાતર” પ્રસ્તુત કરે છે કે જેમાં મુખ્યત્વે NPK તથા ગૌણ તત્વો, સુક્ષ્મ તત્વોનું કેલ્સિયમ, ઝીંક, સલ્ફર જેવા તત્વો નું એકજુથ માં બનાવેલ કુદરતી પ્રવાહી ખાતર / ઓર્ગનીક ખાતર છે જે ખેતી માં લેવાતા મુખ્ય પાકો જેવા કે કપાસ, મગફળી, ઘઉં, તલ, એરંડા, તમામ પ્રકારના શાકભાજી અને ફળો વગેરે પાકો માં રસાયણિક ખાતર નો પર્યાપ્ત બની ગૌણ અને સુક્ષ્મ તત્વો ના પૂરતા પ્રમાણ માં આપી પાકના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરે છે અને ઉત્પાદકતા માં ખુબ વધારો કરે છે.
ખેડૂત મિત્રો, જમીન પાસે થી વધારે ઉત્પાદન લેવા ની લાલચ માં જમીન ની હાલત આપણે બગાડી નાખી છે, એક સમય ની પોચી અને ભરભરી જમીન ને કડક અને કઠણ બનાવી દીધી છે, જમીન ની ઉત્પાદનશક્તિ દિવસે ને દિવસે ઘટતી જાય છે, રાસાયણિક ખાતર અને દવાઓ એ ઉત્પાદન ખર્ચ ને પણ વધારી દીધો છે જેને કારણે ખેડૂતો ચિંતા થી ગેરાયેલા છે,
“જરૂરિયાત એ સંસોધન ની માતા છે” એ વાત ને સાર્થક કરવા આપની સમક્ષ હાજર છે “જૈવિક પ્રવાહી ખાતર”
હા, ખેડૂત મિત્રો, અનેક ખેડૂતો એ અમારું ઓર્ગનીક ખાતર જૈવિક પ્રવાહી ખાતર વાપરી પોતાની મહામુલી જમીન ને જીવનદાન આપ્યું છે અને મરતા – મુરઝાતા પાક ને બચાવ્યો છે, ઉત્પાદન અને જમીન ની તાકાત માં પણ વધારો કર્યો છે.
My experiences:
As per my experience, the crops cultivated through hydroponics farming technique are having exceptional results. In this tradition, even if there is delay in watering of plants, the rotten plants come to life within 5 to 10 minutes as soon as watering is done. As such, the advantage of hydroponics farming is that when a plant is deeply rooted into the soil it speedily retains its blossoming, which otherwise takes long hours in other form of farming i.e. the plant comes into direct contact of nitrogen, phosphorous, potash, etc. and other bacteria through granules of soil contact and it normally takes long hours to restore the normal position. Whereas, the hydroponics technique is reliable and having spontaneous effect. Due to roots of plant, the oxidant of fertilizer does not reach the plant, which results into decrease in production capacity and quality of crops. We tend to give all the reasons of failure to environment, irregular rains, hot temperature and cold temperature. But friends, we does not consider that heavy chemically used fertilizer is used for subsequent farming in the moisturized soil. Excessive use of chemical fertilizers and tilling in the moisturized soil, we unknowingly make it tough soil and further use of medicines makes it worse and when cultivation is done, it takes heavy exertion and the roots takes shape in zig-zag condition instead of going straight, which takes long time for roots to intake natural hygiene components and decrease in production capacity.
મારા અનુભવો
મારા જાત અનુભવ થી જે હાઇડ્રોપોનીકસ ખેતી પદ્ધતિ થી વાવેલ જે છોડ ને જો પાણી આપવામાં મોડું થાય અને છોડ મુરઝાતા હોય અને આપણે ત્યારે જ પાણી આપીએ તો છોડ પાંચ થી દસ મિનીટ માં છોડ પોતાનો અસલ રંગ અને મિજાજ માં આવી જાય છે, તો હાઇડ્રોપોનીકસની ખાસિયત ના હિસાબે જમીન ની અંદર વાવેલ છોડ એક તો માટી ની સાથે નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, ગંધક વગેરે તત્વો સાથે રોગીષ્ઠ – રોગજન્ય જીવાણું માટી ના કણ સાથે જોડાયેલા હોય છે તે પણ છોડ ની અંદર પ્રવેશે છે. તો એ છોડ ને પાણી મોડો આપવાથી મુરઝાતો હોય છે પણ પાણી આપ્યા પછી પાંચ – દસ મિનીટ માં નહિ પણ કલાકો પછી છોડ પોતાની મૂળ સ્થિતિ માં આવે છે, આ જમીન ની અંદર છોડ ના મુળિયા ના કારણે ખાતર ના પોસક તત્વો પૂરતા પ્રમાણ માં મળતા નથી. અત્યાર ના સંજોગો માં કોઈ પણ પાક પૂરતા પ્રમાણ માં ધાર્યા પ્રમાણે ઉત્પાદન અને ગુણવતા યુકત પેદાસ લઇ શકતા નથી. તેનો બધો દોષ વાતાવરણ, અનિયમિત વરસાદ અને અતિસય ગરમી, અતિસય ઠંડી વગેરે ને આપીએ છીએ પણ મિત્રો આપણે થોડુક પણ વિચાર કરતા નથી કે અતિસય રાસાયણિક ખાતર, એક પાક નિષ્ફળ ગયો અને તરત જ એ ભેજવાળી જમીન માં બીજા પાક નું વાવેતર, નિંદામણ કર્યા વગર ની જમીન, જન્તુંનાસક તો ઉપયોગ કરી ને નિંદામણ દુર કરવું વગેરે પણ એટલા જ જવાબદાર છે. અતિસય રાસાયણિક ખાતર વાપરવા થી તેમજ ભેજવાળી જમીન ખેડી ને પણ કઠણ વધારે બનાવીએ છીએ, એમાં વળી દવા નો ઉપયોગ કરી ને જમીન નો મૂળ સ્વરૂપ જ બદલી નાખીએ છીએ અને પછી જે પાક વાવીએ તેના મુળિયા નો વિકાસ કરવા માટે મહેનત વધુ કરવી પડે છે અને કઠણ જમીન માં મુળિયા નો વિકાસ સીધી લીટી ને બદલે આંટી ગુટી વાળો થાય છે અને તેને કારણે જ મુળિયા ને પોસક તત્વો મળતા વાર લાગે છે અને પરિણામે છોડ નો વિકાસ ઓછો થાય છે.